ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠુંઅને બે ચમચી તેલ નાખી પાણી ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં નુડલ્સ ને નાની નઈ તોડી ને નાખો નુડલ્સ ને દસ મિનિટ ચડાવી ને80-90% ચડાવી લ્યો
હવે નુડલ્સ ને ચારણી માં કાઢી એના પર એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ને થોડા ઠંડાથવા દયો અડધ કલાક પછી નુડલ્સ ને એક વાસણમાં કાઢી ને એના પર કોર્ન ફ્લોર છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડી થોડી નુડલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી જ નુડલ્સ ને ગોલ્ડન તરી લ્યો ને ટિસ્યુ પેપર પર મૂકતા જાઓ
હવે એક મોટા વાસણમાં તરેલ નુડલ્સ ને તોડી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાન કોબી, ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં અને સેઝવાન સોસ, ટમેટા સોસ અને લીંબુ નો રસ નાખી બે ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો ને સર્વ કરો ચાઇનીઝ ભેળ