Go Back
+ servings
bajri na vada banavani rit - બાજરીના વડા બનાવવાની રીત - બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત - bajri na lot na vada recipe in gujarati - bajri na lot na vada ni recipe - બાજરી ના વડા બનાવવાની રીત

bajri na vada banavani rit | બાજરીના વડા બનાવવાની રીત | બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na lot na vada recipe in gujarati | bajri na lot na vada ni recipe | બાજરી ના વડા બનાવવાની રીત

આપણે બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત - બાજરીના વડા બનાવવાની રીત - bajri na lot na vada banavani rit શીખીશું. આ વડા બનાવવા ખૂબ સરળછે અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે ને એક બે દિવસ સાચવી શકાય છે જે ગરમ અનેઠંડા બને સારા લાગે છે તો ચાલો bajri na lot na vada recipe ingujarati શીખીએ
3.72 from 14 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ બાજરીનો લોટ
  • 3-4 ચમચી ઝીણીસુધારેલ લીલા ધાણા
  • 1 ચમચી આદુલસણ પેસ્ટ (લસણ ના ખાતા હો તો ના નાખવું)
  • 1-2 લીલામરચા ઝીણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી અજમો
  • 1-2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ખાંડ
  • ¼ કપ દહી
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચી તેલ+ તરવા માટે તેલ

Instructions

બાજરી ના વડા બનાવવાની રીત| બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada ni recipe

  • બાજરીના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, સફેદ તલ, હળદર, લાલ મરચાનો પાઉડર, ખાંડ,ગરમ મસાલો, હાથ થી મસળી ને અજમો નાખો અને સ્વાદમુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં દહી નાખી મિક્સ કરો ત્યાર બાદ કૃત મુજબ થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધીલ્યો ને બધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને બરોબર મસળીલ્યો ને એના નાના લુવા કરી હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી વડા તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં વડા નાખી ધીમા તાપેબને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે તેલ માંથી ઝારા ની મદદ થી કાઢી લ્યો

bajri na lot na vada recipe in gujaratinotes

  • અહી તમે લીલી મેથી કે સૂકી મેથી પણ બે ત્રણ ચમચી નાખી શકો છો
  • વડાપર તલ લગાવી શકો છો
  • આ વડાને વધુ હેલ્થી બનાવવા વડા ને તરવા ની જગ્યાએ તમે અપ્પમ માં શેકી ને પણ તૈયાર કરી શકોછો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો