સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી થોડુ થોડુ કરી ને નાખો ને બરોબર મિક્સ કરતા જાઓ જેથી એમાં કોઈ ગાંઠા ના રહે હવે એમાં બીજો પાકપ પાણી માંથી બે ત્રણ ચમચી પાણી કાઢી ને નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
એટલેકે પોણા કપ થી થોડું ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો હવે એમાં એક ચમચી તેલ નાખી ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી મિશ્રણ ને ત્રણ ચાર મિનિટ મિકસ કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરોબર ગરમ થાય ત્યાં સુધી મિશ્રણ ને મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા ભરાઈ જાય ને બુંદી બરોબર ફૂલેલી બને તેલ ગરમ થાય એટલે કડછી વડે બેસનનું મિશ્રણ લ્યો ને તેલ થી થોડો ઉપર બુંદી નો ઝારો રાખો એમાં બેસન નું મિશ્રણ નાખી બિંદુ પાડો
હવે ઝારા ને થોડો ટપ ટપાવો જેથી મિશ્રણ તેલ માં બરોબર પડે હવે એક થી દોઢ મિનિટ માં બુંદી તરાઇ જાય એટલે બીજા ઝારાથી કાઢી લ્યો અને ફરી બુંદી પાડો ને તરી લ્યો આમ થોડી થોડી કરી ને બધી બુંદી તરી લ્યો ને તરેલ બુંદી ને ઠંડી થવા દયો છેલ્લે ગરમ તેલ માં મીઠા લીમડાના પાન નાખી તરી લ્યો
બુંદી ઠંડી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ, સંચળ અને લાલ મરચા નો પાઉડર અને તારેલ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલા બુંદી