Go Back
+ servings
જૈન પનીર મખની બનાવવાની રીત - jain paneer makhani recipe in gujarati - jain paneer makhani banavani rit

જૈન પનીર મખની બનાવવાની રીત | jain paneer makhani recipe in gujarati | jain paneer makhani banavani rit

આજે આપણે ડુંગળી લસણ વગરની જૈન પનીર મખની બનાવવાની રીત - jain paneer makhani banavani rit gujarati ma શીખીશું. આપણા માંથી ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા કે પછી વ્રત ઉપવાસમાં ડુંગળી લસણ નથી ખાતા તો આજ એ બધા માટે પંજાબીશાક એ પણ પનીર મખની ને લઇ આવ્યા છીએ તો ચાલો ડુંગળી લસણ વગરની jain paneer makhani recipe in gujarati language શીખીએ
5 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

જૈન પનીર મખની બનાવવા જરૂરી સામગ્રી | jain paneer makhani ingredients

  • 300 ગ્રામ પનીર કટકા કરેલ

જૈન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ટમેટા મીડીયમ સાઇઝ ના સુધારેલ
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 તજ નો ટુકડો નાનો
  • 1 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 2-3 લાલ મરચા
  • 10-12 કાજુ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ½  કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ઘી / માખણ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી સૂકી મેથી
  • ચમચી ખાંડ ¼
  • ¼ કપ ક્રીમ
  • 5-6 ચમચી લીલાધાણા સુધારેલા

સ્મોક આપવા માટેની સામગ્રી

  • 1 કોલસો
  • 1 ચમચી ઘી

Instructions

જૈન પનીર મખની બનાવવાની રીત| jain paneer makhani banavani rit

  •  સૌ પ્રથમ આપણે રેસીપી ની ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ  જૈન પનીર મખની રેસીપી જોઈશું

ગ્રેવી બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં તજ, તમાલપત્ર,સૂકા લાલ મરચા, એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખીબે ત્રણ મિનિટ ચડાવો
  • ટમેટા થોડા નરમ થાય એટલે એમાં કાજુ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો બધું બરોબરશેકી લીધા બાદ એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યોદસ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી સમુથ પ્યુરી બનાવી લ્યો ને જરૂર લાગે તો પા કપ પાણીનાખી નહિતર પાણી વગર પ્યુરી બનાવી લ્યો હવે પ્યુરી ને ગાળી લ્યો અને એક બાજુ મૂકો

જૈન પનીર મખની રેસીપી

  • હવેબીજી કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ મીડીયમ કરી એમાં પનીર ના કટકા નાખી બધી બાજુ ફેરવી ને ગોલ્ડન શેકી લ્યોઅને શેકેલ પનીર અલગ વાસણમાં કાઢી લ્યો સાથે બાજુ માં કોલસા ને ગરમ કરવા મૂકો
  • હવે એજ કડાઈ માં બીજું તેલ અને માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો નેત્યાર બાદ ગાળી રાખેલ પ્યુરી નાખી દયો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને જરૂરમુજબ મીઠું નાખી મિક્સ કરી ખદખદાવો ત્યાર બાદ એમાં ખાંડ, ગરમમસાલો અને ક્રીમ નાંખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં શેકેલ પનીર ના કટકા નાખો સાથે સૂકી મેથી ને હાથ થી ક્રશ કરી નાખી બરોબર મિક્સકરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી નાખો

jain paneer makhani recipe in gujarati notes

  • ગ્રેવીના ઘણી ઘટ્ટ રહે ના ઘણી પાતળી એનું ધ્યાન રાખવું
  • મસાલાજે તમે ના ખાતા હો એ ના નાખવા
  • તેલની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • મીઠું ધ્યાન થી નાખવું જેથી વધારે ના પડે અને જો વધારે થઈ જાય તો બટેકા ને એમાં મૂકી ને પાંચમિનિટ ચડાવી લેવું જેથી મીઠું બરોબર થઈ જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો