Go Back
+ servings
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત - jeera masala khakhra banavani rit - jeera masala khakhra recipe in gujarati - jeera masala khakhra recipe - જીરા મસાલા ખાખરા

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati

આજે આપણે જીરા મસાલા ખાખરા બનાવવાની રીત - jeera masala khakhra banavani rit gujarati ma શીખીશું. ખાખરા એક હેલ્થી અને  ડાયટ માં ખુબ મદદ કરવા માટે ઉપયોગીવાનગી છે અને ઘરે બનાવી ને તૈયાર કરી મહિના સુધી સાચવી શકો છો અને પ્રવાસમાં પણ લઈજઈ શકો છો તો ચાલો  મસાલાજીરું ખાખરા બનાવવાની રીત - jeera masala khakhra recipe in gujarati શીખીએ
4 from 11 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

જીરા મસાલા ખાખરા બનાવવા જરૂરી સામગ્રી | jeera masala khakhra recipe ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી બેસન
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

જીરા મસાલાખાખરા બનાવવાની રીત | jeeramasala khakhra banavani rit | jeera masala khakhra recipe

  • મસાલા જીરું ખાખરા બનાવવા  સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ અનેબેસન નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં જીરું, હાથ થી મસળી અજમોનાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ બરોબર મસળી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી ફરી એક ચમચી તેલ નાખી લોટ ને બે મિનિટ મસળી લ્યો
  • હવે જે સાઇઝ ના ખાખરા બનવા હોય એ સાઇઝ નો લુવો લ્યો એને કોરા લોટ સાથે લઈ સાવ પાતળો વણી લ્યો અને ગેસ પર તવી ને નવશેકી ગરમ કરી એમાં વણેલો ખાખરો નાખી સાવ ધીમા તાપે એક બાજુસેજ ચડાવો
  • ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ કપડાથી બધી બાજુ બરોબર દબાવી ને ચડવો થોડો ચડે એટલે ઉથલાવી બીજીબાજુ પણ કપડા થી બરોબર દબાવી બે ચડાવો આમ થોડી થોડી વારે કપડા થી દબાવી બને બાજુ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ ગેસ પરથી ઉતારી ઠંડા થવા દયો
  • આમ બધા ખાખરા ને સાવ પાતળા વણી ધીમા તાપે કપડાથી બધી બાજુ એક સરખા દબાવી ને ગોલ્ડન શેકી નેતૈયાર કરી લ્યો અને ઠંડા કરી લેવા ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યોમસાલા જીરું ખાખરા

jeera masala khakhra recipe in gujarati notes

  • ખાખરા નો રોટલી ના લોટ જેવો બાંધવો અને ખાખરા સાવ પાતળા વનાવા તમે ચાહો તો રોટી મેકરમાં દબાવી ત્યાર બાદ વણી ને પણ તૈયાર કરી શકો છો
  • ખાખરા એક સાઇઝ ના ગોળ બનાવવા માટે ગોળ થાળી કે ડબ્બા ના ઢાંકણ થી કટ કરી શકો છો
  • ખાખરા સાવ ધીમા તાપે અને કપડા થી દબાવી અથવા ખાખરા દાબવા ના લાકડાના ડટ્ટા થી દબાવી ને શેકવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો