ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટકા ને છોલી મીડીયમ સાઇઝ ના સુધારી લ્યો અને એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો ને સુધારેલ બટાકા ને પાણી માં નાખી દયો ત્યાર બાદ ડુંગળી છોલી એને પણ મીડીયમ સાઇઝ ની સુધારી પાણી માં નાખી દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીતતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખો અને પાણી માંથી કાઢી ને સુધારેલ ડુંગળીબટાકા નાખો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને અડધો કપ પાણી નાખો ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ને ધીમો કરી પાંચ મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને પાંચમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બટાકા ચડ્યા કે નહિ ચેક કરી લ્યો જો વાર હોય તો બીજા બેત્રણ મિનિટ ચડાવી લ્યો
બટકા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પ્રવઘારિયા માં એક ચમચી તેલ અને એક ચમચી લાલ મરચા નો પાઉડર ગરમ કરી વઘાર તૈયાર કરો નેતૈયાર વઘાર ને શાક માં નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવો
બટાકા બરોબર ચડી જાય એટલે છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી રોટલી, પરોઠા સાથે સર્વ કરો ડુંગળીબટાકા નું શાક