નમકીન ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં ખાંડ, મીઠું, આમચૂર પાઉડર ને પીસી ને બરોબર મિક્સ કરી લેવા
ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના પૌવા થોડા થોડા કરીને ઝારાથી હલાવી ને તરી લ્યો પૌવા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી ચારણી કે ટિસ્યુપેપર પર કાઢો અને ત્યાર બાદ બીજા પૌવા નાખી ને તરી લ્યો આમ બધા મકાઈ માં પૌવા ને તરીલ્યો ને ચારણી માં કે ટિસ્યુ પેપર પર કાઢો
ત્યારબાદ ઝાડા પૌવા ને થોડા થોડા નાખો ને ગરમ તેલ માં નાખી તરી લ્યો પૌવા તરી ને ફૂલી જસેએટલે એને પણ ચારણી કે ટિસ્યુ પેપર પર કાઢી લેવા જેથી વધારા નું તેલ નીકળી જાય ત્યારબાદ સીંગદાણા નાખી ધીમા તાપે એને પણ ગોલ્ડન તરી લ્યો ને સીંગદાણા બરોબર તરી લીધા બાદએને પણ ટિસ્યુ પેપર પર કાઢી લ્યો
તેલ નિતારી લીધા બાદ મકાઈ પૌવા અને પૌવા ને એક મોટા વાસણમાં કાઢી લ્યો
હવે બીજી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું, વરિયાળી નાખી ધીમા તાપે ચડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા ને નાખી કડક તરી લ્યોત્યા ર બાદ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
હવેગેસ બંધ કરી નાખો અને એમાં હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સકરી લ્યો અને તરી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો અને મિક્સર માં પીસી રાખેલ મસાલોનાખી ને એને પણ મિક્સ લ્યો
હવે તૈયાર વઘાર ને તરી રાખેલ પૌવા ને મકાઈ ના પૌવા માં નાખી હલકા હાથે બરોબર મિક્સ કરીલ્યો અને ઠંડો થવા દયો ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છે નમકીનચેવડો