દૂધીના પરોઠા કરવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરીલ્યો ત્યાર બાદ એને છીણી લ્યો છીણેલી દૂધી એક વાસણમાં લ્યો
એમાં છીણેલું આદુ, લીલા મરચા સુધારેલા લીલા ધાણા સુધારેલા, જીરું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂરપાઉડર નાખો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સકરી લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ બાદ બે ત્રણ ચમચી કોરો લોટલઈ ફરી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરતાજઈ કોરો લોટ લઈ પાતળા વણી લ્યો
અથવા લુવા ને કોરા લોટ સાથે લઈ વણી લ્યો ત્યાર બાદ વચ્ચે ઘી / તેલ લગાવી થોડો કોરો લોટ છાંટીને અડધો વાળી લ્યો ને અડધા માં પણ ઘી / તેલ લગાવી કોરો લોટ છાંટીપાછો વાળી ત્રિકોણ બનાવી લ્યો હવે પાછો કોરો લોટ લઈ પાતળો વણી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકી એમાં વનેલ પરોઠો નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘીકે તેલ બને બાજુ લગાવી તવીથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યોઆમ બધા પરોઠા વણી ને મિડીયમ તાપે શેકી લ્યો અને દહી અથાણાં કે ચા સાથે સર્વ કરો દૂધીના પરોઠા