Go Back
+ servings
મોમોસ બનાવવાની રીત - મોમોસ રેસીપી - મોમોસ બનાવવાની રેસીપી - વેજ મોમોસ - momos recipe in gujarati - momos banavani rit - vegetable momos banavani rit

મોમોસ બનાવવાની રીત | મોમોસ બનાવવાની રેસીપી | વેજ મોમોસ | momos recipe in gujarati | momos banavani rit | vegetable momos banavani rit | મોમોસ રેસીપી

આજે આપણે વેજ મોમોસ બનાવવાની રીત - vegetable momos banavani rit સાથે મોમોસ ચટણી બનાવવાનીરીત શીખીશું. આજ કાલ મોમો નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતા હોય છે અને અલગ અલગ પ્રકારના મોમોમળતા હોય છે આજ આપણે મોમોસ રેસીપી - momos recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 ઢોકરીયું

Ingredients

momos ingredients in gujarati

  • પહેલા જાણીશું મોમોસ નો લોટ બાંધવા જરૂરી સામગ્રી ત્યારબાદ મોમોસ નું પૂરણ અને મોમોસ ચટણી ની જરૂરી સામગ્રી જાણીશું

મોમોસનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મોમોસનું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ½ કપ ડુંગળીઝીણી સુધારેલી
  • ½ કપ ફણસી ઝીણી સુધારેલી
  • ½ કપ ઝીણું સમારેલું ગાજર
  • 1 ચમચી આદુ છીણેલું
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી લીલી ડુંગળી સુધારેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ -1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી માખણ
  • 2 ચમચી વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
  • 1 ચમચી સોયાસોસ 1

મોમોસ ચટણી માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2 ટમેટા સુધારેલ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી વિનેગર ½
  • 1 ચમચી સોયા સોસ
  • 2 ચમચી ટમેટા કેચઅપ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati

  • સૌપ્રથમ આપણે મોમોસ નું પૂરણ બનાવતા શીખીશું ત્યારબાદ મોમોસ માટેનો લોટ બાંધવાની રીતશીખીશું ત્યારબાદ વેજ મોમોસ બનાવવાની રીત અને મોમોસ ની ચટણી બનાવવાની રીત શીખીશું

મોમોસનું પૂરણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખીલસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પાનકોબી ઝીણી સુધારેલી, ડુંગળી ઝીણી સુધારેલી,ફણસી ઝીણી સુધારેલી, ઝીણું સમારેલું ગાજર,આદુ છીણેલું નાખી ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી એમાં રહેલ પાણીબરી જાય
  • શાકને ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, મરી પાઉડર, વિનેગર / લીંબુનો રસ,સોયા સોસ નાખી ફરી બે થી ત્રણ  મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી એમાં લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને મિશ્રણ નેઠંડુ થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો

મોમોસ માટેનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુપાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એકબે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

મોમોસ બનાવવાની રીત

  • ગેસપર ઢોકરીયા માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો
  • હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના મોમોસ બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને સાવ પાતળી વણીલ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પૂરણ નાખો ને ચારે બાજુ પાણી લગાવી ત્રિકોણ કે સમોસાનો કે  મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો આમબધા મોમોસ તૈયાર કરી લ્યો
  • હવે ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મોમોસ મૂકી ઢોકરીયા માં મૂકીદસ મિનિટ બાફી લ્યો તો તૈયાર છે મોમોસ જેને તમે મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો
  • અથવા તૈયાર મોમોસ ને એક કડાઈમાં એક બે ચમચી તેલ/ માખણ ગરમ કરી મોમોસ નાખી બધી બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ સર્વ કરો વેજ મોમોસસાથે મોમોસ ચટણી

મોમોસની ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit gujarati ma

  • ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સુધારેલ નાખીએક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી થોડી બ્રાઉનથાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ટમેટા સુધારેલ સૂકા લાલ મરચાગરમ પાણી માંથી કાઢી ને નાખો અને સફેદ તલ નાખો ને ફૂલ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવાદયો
  • બધા મસાલા ચડી જય ને નરમ થાય એટલે ગેસ બંધ કરી ને મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડાથાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, વિનેગર, સોયા સોસ, ટમેટા કેચઅપ નાખી ને પીસી લ્યો તૈયાર છે મોમોસચટણી

momos recipe in gujarati notes

  • મોમોસને તમે મેંદા સિવાય કોર્ન ફ્લોર કે ચોખા ના લોટ માં પણ તૈયાર કરી શકો
  • સ્ટફિંગને ફૂલ તાપે જ શેકવું જેથી એમાં ક્રનચી રહે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો