પાલકની ચકરી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને નિતરેલ પાલક અને લીલા મરચા નાખી પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી સ્મુથ પ્યુરી બનાવી લ્યો
હવે એક વાસણમાં ચોખાનો લોટ ચાળી ને લ્યો એમાં બેસન ને પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં માખણ, હિંગ, ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં પાલક નું પ્યુરી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ત્રણમિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ રહેવા દયો પંદર મિનિટ પછી ફરી લોટને બરોબર મસળી લ્યો
હવે ચકરી બનાવવા ના મશીન માં તેલ લગાવી લ્યો ને ચકરી ની પ્લેટ મૂકી તૈયાર લોટ ને એમાં ભરીલ્યો અને થાળી માં જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની બનાવી લ્યો અને છેલ્લે આંગળીવડે દબાવી દેવી જેથી ચકરી તરવા સમયે ખુલી ના જાય
હવે ગેસ પર તેલ ને ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચકરી નાખીને તરવા નાખો ને એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઝારાથી ઉથલાવી બીજી બાજુ ચડાવો આમબને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી ચકરી ને ગોલ્ડન તરીલ્યો
ચકરીને થાળી માં નાખી ઠંડી થવા દેવી સાવ ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અનેમજા લ્યો તો તૈયાર છે પાલકની ચકરી