બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ બટકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરીલ્યો હવે છીણી વડે બાફેલા બટકા ને છીણી લ્યો જેથી એમાં કોઈ મોટી સાઇઝ ના કટકા ના રહે
હવે છીણેલા બટેકા માં બેસન ચાળી ને નાખી સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ,ચાર્ટ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો
હવે હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો પણ જો માપ બરોબર લેશો તો વધારા નું પાણી નહિ જોઈએ)
હવે બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સોફ્ટ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના મશીનમાં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરી લ્યો
તેલ ગરમ થાય એટલે એમાં મશીન થી ગાંઠિયા નાખતા જાઓ ટાયર બાદ એક બાજુ થોડા ચડી જાય પછી બીજીબાજુ ઝારા થી ઉથલાવી નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ ગઠીયા એક વાસણમાં કાઢી બીજા ગાંઠિયા નાખો
આમ બધા ગાંઠિયા તરી લ્યો ને ઝારા થી કાઢી વાસણમાં ઠંડા થવા દયો અને ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાંભરી લેવા (અહી તમે ગાંઠિયાપર જો પા ચમચી ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ગાંઠિયા વધારે સ્વાદિષ્ટ લાગશે) તો તૈયાર છે બેસન બટાકા ના ગાંઠિયા