પાલક ફુદીના સેવ બનાવવા માટે સૌપ્રથમ પાલક સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ફુદીના ના પાન અનેલીલા ધાણા સાફ કરી ધોઇ લ્યો હવે મિક્સર જાર માં પાલક, ફુદીના ના પાન, લીલા ધાણા, લીલા મરચા, આદુ,લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો
ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી સ્મુથ પ્યુરી બનાવી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલપ્યુરી ને ફરી મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં અડધો કપ તેલ, ચાર્ટ મસાલો નાખી બે ત્રણ મિનિટપીસી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એક વાસણમાં બેસન અને ચોખા નો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ મિક્સર નું મિશ્રણ નાખતા જઈનરમ લોટ બાંધી લ્યો (જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી બીજો બેસન કે ચોખા નો લોટ નાખવો) બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવાના મશીનને તેલ થી ગ્રીસ કરી લ્યો અને તેમાં તૈયાર મિશ્રણ નાખી બંધ કરો ને તેલ ગરમ થાય એટલેગેસ મીડિયમ તાપ કરી એમાં સેવ પાડો અને સેવ એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો નેબને બાજુ બરોબર તરી લ્યો
સેવ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ તરવા પાડો આમ બધી સેવ ને ક્રિસ્પીતરી લ્યો અને કાઢી લ્યો ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ને મજાલ્યો તૈયાર છે પાલક ફુદીના સેવ