Go Back
+ servings
દલીયા ખીચડી બનાવવાની રીત - daliya khichadi banavani rit - daliya khichadi banavani recipe - daliya khichadi banavani rit gujarati ma - dalia khichdi recipe in gujarati language

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi banavani recipe | daliya khichadi banavani rit | dalia khichdi recipe in gujarati

આજે આપણે દલીયા ખીચડી બનાવવાની રીત - daliya khichadi banavani rit gujarati ma સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધા ને હેલ્થીને ટેસ્ટી ખાવા નું પસંદ કરતા હોય છે ને ખીચડી એક હેલ્થી ખોરાક કહેવાય પણ ખીચડી માંકોઈ સારો સ્વાદ ના હોવાના કારણે ઘણા ને પસંદ નથી હોતી અને એક ની એક બોરિંગ બાફેલી ને મગ ચોખાની ખીચડી રોજ ભાવે પણ નહિ એથી જ આજ થોડી અલગ અને સ્વાદિષ્ટ લાગે એવી dalia khichdi recipe in gujarati language સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીએ
5 from 3 votes
Prep Time: 40 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દલીયા ખીચડી બનાવવા માટેની સામગ્રી | Dalia khichdi ingredients

  • 2 ચમચી ઘી 2
  • ¾ કપ દલિયા
  • ¼ કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 ચમચી હળદર 1 ચમચી
  • 3 ½ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ખીચડીના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી આદુપેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું ગાજર
  • ¼ કપ ફણસી
  • ¼ કપ ફુલાવર
  • ¼ કપ વટાણા
  • ½ કપ ટમેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર 1 ચમચી
  • 1 ચમચી કસુરીમેથી 1 ચમચી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા4-5 ચમચી
  • 1 કપ પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ

ઇન્સ્ટન્ટ લસણ નું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લસણ ફોલેલ
  • ¾ કપ રાઈનું તેલ
  • 2 ચમચી મેથી દાણા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી વરિયાળી
  • 2 ચમચી કલોંજિ / ડુંગળી ના બીજ
  • 5-6 કપ સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર
  • ¼ કપ વિનેગર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

દલીયા ખીચડી બનાવવાની રીત| daliya khichadi banavani rit | daliya khichadi banavani recipe

  • સૌપ્રથમઆપણે દલીયા ખીચડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનીરીત શીખીશું

દલીયા ખીચડી બનાવવાની રીત

  • સૌ પ્રથમફોતરા વગર ની મગ દાળ ને ધોઇ ને પાણી નાખી અડધા કલાક પલાળી મુકો અને અડધા કલાક પછી ફરીથી ઘસી ને ધોઇ લ્યો અને પાણી નિતારી લ્યો અને દલિયા ને પણ સાફ કરી લ્યો
  • હવે ગેસ પર એક કુકર માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં દલિયા નાખો અને ધીમા તાપે શેકીલ્યો ને શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં મગ દાળ અને હળદર નાખી મિક્સ કરી એમાં પાણી અનેમીઠું નાખી મિક્સ કરો અને ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી કરી ત્યાર બાદ ગેસ ધીમો કરીબે ત્રણ સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

ખીચડીનો વઘાર કરવાની રીત

  • કડાઈ માંઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટઅને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સકરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ફણસી, ગાજર અને ફુલાવર , વટાણા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકીલ્યો હવે એમાં ટમેટા નાખી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંસ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો છેલ્લેલીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો દલીયા ખીચડી

લસણનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય અને ધુમાડા કાઢે એટલે એમાં મેથી દાણાનાખી સાથે કાલોંજી, વરિયાળી, સૂકા લાલ મરચા, મીઠા લીમડાનાપાન અને લસણ ની કણી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે ચડાવો અને લસણ ની કણી બ્રાઉનરંગ ની થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દયો છેલ્લે એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સકરો ને ઠંડુ થવા દયો તો તૈયાર છે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું
  • દલીયાખીચડી સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું ને દહીં, પાપડ અને ઘી સાથે ગરમ ગરમ સર્વ કરો

daliya khichadi recipein gujarati notes

  • ખીચડીમાં તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો
  • વઘારઘી માં કરશો તો વધુ ટેસ્ટી લાગશે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • જો લસણડુંગળી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો