મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ મકાઈ નો લોટ અને બેસનને ચાળી લ્યો
ત્યારબાદ એમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર નાનાખવી), બાફેલા વટાણા ને થોડા મેસ કરી ને નાખો સાથે, લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, બેકિંગ સોડા, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જીરું, અને ઘી /તેલ બે ચમચી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં દહી નાખો ને ફરી મિક્સ કરો હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધીલ્યો ને બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબરમસળી લ્યો
હવે લોટ માંથી નાના નાના લુવા લઈ ગોળ ગોળ ગોલી બનાવી વચ્ચે આંગળીવડે હોલ કરો આમ બધા લોટ માંથી ગોલા બનાવી આંગળી વડે હોલ કરી લ્યો
હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ ચારણી મૂકો અને તૈયાર કરેલ ઢોકળા ને એના પર મૂકી દયો અને ઢાંકી ને દસ થી બાર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી ચારણી કાઢી લ્યો
ત્યારબાદ બીજી એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદતલ અને મીઠા લીમડાના પાન નાખો ને બાફી રાખેલ ઢોકળા નાખો સાથે ખાંડ નાખી ચમચા વડે બરોબરમિક્સ કરી લ્યો તો તૈયાર છે અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા