ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કાપી ને પાણીમા નાખી દયો અને ગોવર ને ધોઇ સાફ કરી આગળ પાછળ ની દાડી કાઢી બે ભાગ માં હાથ વડે તોડીને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા કચી હળદર નાખીકાપેલ ગોવાર અને પાણી માંથી કાઢી બટકા ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સકરો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
ગોવારઅને બટાકા થોડા શેકાઈ જાય એટલે તેલ માંથી બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ બીજુંએક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકાવા લાગે ત્યાં સુંધી શેકો
ત્યારબાદ એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો અને એને એક મિનિટ શેકી લ્યો પછી એમાં ટમેટાઅને મરચા પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સકરી ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
હવે મસાલા માં દહી નાખી મિક્સ કરી ધીમા તાપે દહી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો લ્યોતેલ અલગ થાય ત્યારે શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી એમાં શેકી રાખેલ બટાકાગોવાર નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
છેલ્લેએમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સકરો ને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપેચડવા દયો