4 પ્રકારની નાન બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી, દૂધ,બેકિંગ પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને ચમચા વડેબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં થોડું થોડુ તૈયાર કરેલ મિશ્રણ નાખી સોફ્ટ લોટ બાંધો
લોટ બાંધવા પાણી નું જરૂર પડે એટલું પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બેત્રણ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો
હવે લોટ માંથી એક સરખા ચાર ભાગ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો અને એક વાટકામાં બે ચમચી મીઠું અને એક કપ પાણી નાંખી મીઠા ને પાણી મા ઓગળી એક બાજુ મૂકો