Go Back
+ servings
પાન કોબી નું શાક - પાન કોબી નું શાક બનાવવાની રીત - pan kobi nu shaak - kobi nu shaak banavani recipe - kobi nu shaak recipe in gujarati - cabbage nu shaak recipe - cabbage nu shaak recipe video

પાન કોબી નું શાક બનાવવાની રીત | pan kobi nu shaak | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati | cabbage nu shaak recipe | કોબી નું શાક

આજે આપણે પાનકોબી નું શાક બનાવવાની રીત - kobi nu shaak banavani recipe rit - cabbage nu shaak recipe શીખીશું. પાનકોબી નું શાક ઘરમાં ઘણા ને પસંદ નથી આવતું એટલે ખૂબ ઓછું બનાવવામાં આવતું હોય છે પણ આજ આપણે પાન કોબી નું શાક બનાવશું જે ઘર ના બધા ને પસંદ આવશે અને તમે ટિફિન માં કે પછી દાળ ભાત કે ખીચડી સાથે સર્વ કરી શકો છો તો ચાલો  પાન કોબી નું શાક બનાવવાની રીત - kobi nu shaak recipe in gujarati  શીખીએ
3 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાન કોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kobi nu shaak recipe Ingredients

  • 250 ગ્રામ પાન કોબી
  • 5-6 લસણ ની કણી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચનો આદુનો ટુકડો
  • 1 ટમેટા સુધારેલ
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી લાલમરચાનો પાઉડર
  • ¼ ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati | cabbage nu shaak recipe | પાનકોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit

  • પાનકોબી નું શાક બનાવવા સૌપ્રથમ આદુ, લસણ અને લીલા મરચા ને અધ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો
  •  હવે પાન કોબી ને પાણી થી ધોઈ લ્યો અનેલાંબી લાંબી સુધારી લ્યો ( શાક વઘારવું હોય ત્યારે જ પાન કોબીને સુધારવી જેથી શાક ના સ્વાદ માં ફરક આવશે )
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો
  • ત્યાર બાદ એમાં હળદર, સુધારેલ પાનકોબી, લીલા ધાણા સુધારેલ અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે હલાવી મિક્સ કરી લ્યો
  • શાકને બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો હવે એમાં લાલ મરચાનોપાઉડર, કસુરી મેથી,ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ફરીઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  •  ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમસર્વ કરો પાનકોબી નું શાક

kobi nu shaak recipe in gujarati notes

  • શાકને ફૂલ તાપે અથવા તો મીડીયમ ફૂલ તાપે ચડાવું નહિતર પાનકોબી માંથી નીકળતા પાણી ના કારણેપાનકોબી ની ક્રંચ ઓછો થઈ જશે
  • પાનકોબી સાથે તમે બટાકા અથવા વટાણા નાંખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો