sadi khichdi banavani rit ma સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ અને ચોખાલ્યો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને ને ત્રણ પાણી થી હાથ થી ઘસી ને ધોઇ લ્યો અનેએનું બધી પાણી નિતારી લ્યો
હવે ગેસ પર એક કુકર માં ધોઇ ને નીતારેલ ખીચડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ, હળદર અને તેલ નાખો ને ખીચડીથી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખો (એટલે કે ખીચડી ડૂબી જાય પછીએના ઉપર આંગળી નું એક ટેરવું ડૂબે એટલું પાણી નાખવું અને જો વાટકી થી માપી હોય ખીચડીતો જેટલી વાટકી ખીચડી હોય એનાથી ડબલ પાણી જોઈએ)
હવે કુકર બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્રણ સીટી પછીગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલેકુકર ખોલી ખીચડી ને હળવા હાથે મિક્સ કરી લ્યો
હવે એમાં ઘી નાખી ને ખીચડી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, રોટલા, શાક કઢી સાથે સર્વ કરો ખીચડી