Go Back
+ servings
રાજગરા ના પરોઠા - rajgara na paratha - rajgara na paratha banavani rit - rajgara na paratha recipe - rajgara na paratha recipe in gujarati - રાજગરા ના પરોઠા બનાવવાની રીત

રાજગરા ના પરોઠા | rajgara na paratha | rajgara na paratha banavani rit | rajgara na paratha recipe | rajgara na paratha recipe in gujarati | રાજગરા ના પરોઠા બનાવવાની રીત

આજે આપણે રાજગરા ના પરોઠા બનાવવાની રીત - rajgara na paratha banavani rit શીખીશું. જેને રામદાણા ના પરોઠા પણ કહેવાય છે આ પરોઠા તમે વ્રત ઉપવાસમાંમાં તો ખાઈ જ શકો છો સાથે સાથે વ્રત ઉપવાસ ના કરેલ હોય તો પણ ખાઈ શકો છો આ પરોઠા બટકાનું રસા વાળુ શાક કે ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો rajgara naparatha recipe in gujarati શીખીએ.
4.41 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રાજગરા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | rajgara na paratha recipe ingredients

  • 1 કપ રાજગરાનો લોટ
  • 2-3 બાફેલ બટાકા
  • 5-6 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલાધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

rajgara na paratha banavani rit | rajgara na paratha recipe | રાજગરા ના પરોઠા બનાવવાની રીત

  • રાજગરા ના પરોઠા બનાવવા માટે તમે રાજગરા બે ત્રણ પાણીથી ધોઇ ને કપડા પર પંખા નીચે બે ત્રણ કલાક સૂકવી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં લઈ પીસી ને લોટ તૈયાર કરી શકો છો અથવા બજારમાં મળતા તૈયાર લોટ ને પણ વાપરી શકો છો
  • હવે લોટ ને એક વખત ચાળી લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સુધારેલા ધોઇ નેનિતારી નાખો સાથે લીલા મરચા સુધારેલા અને બાફેલા બટાકા ને છીણી ને નાખો અને એક ચમચીઘી નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં  થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધીલ્યો ને ફરી એક ચમચી ઘી નાખી મસળી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લ્યોઅને એને રાજગરા નો કોરો લોટ લઈ હલકા હાથે થોડા જાડા વણી લ્યો અથવા પાટલા અને વેલણ પરઘી / તેલ લગાવી નેથોડા જાડા વણી લેવા વનેલા પરોઠા ને ગરમ તવી પર નાખી ધીમા તાપે એક બાજુ થોડા ચડાવી લ્યોત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો
  • હવે બને બાજુ ઘી કે તેલ લગાવી ને તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણીને ગોલ્ડન શેકી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાજગરા ના પરોઠા

rajgara na paratha recipe in gujarati notes

  • રાજગરના પરોઠા માં ખાલી મીઠું અને બાફેલા બટાકા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • પરોઠા થોડા જાડા હોવાથી ધીમા તાપે શેકવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
  • શેકવા માટે તમે ઘી કે તેલ ગમેતે વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો