ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit
આજે આપણે ફરાળી પનીર રોલ સાથે લીલી ચટણી બનાવવાની રીત- farali paneer roll banavani rit શીખીશું. આ પનીર રોલ ને તમે સાબુદાણા વડા પણ કહી શકાય છે જે તમે ફરાળમાં અને ફરાળ વગર પણ ખાઈ શકો છો જે ખાવા માં ખુબ ટેસ્ટીઅને ક્રિસ્પી લાગે છે તો ચાલો જાણીએ ફરાળી પનીર રોલબનાવવાની રીત - faralipaneer roll recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 29 minutesminutes
Total Time: 49 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
રોલનું ઊપરનું કોટિંગ કરવા માટેની સામગ્રી
5-6બાફેલા બટાકા
½ કપસાઉ / સાબુદાણા
3-4 ચમચીશેકેલ સીંગદાણા પાઉડર
ફરાળી મીઠું સ્વાદ મુજબ
¼ ચમચીમરી પાઉડર
2-3ઝીણા સુધારેલ લીલા મરચા
ચમચીઝીણા સમારેલા લીલા ધાણા4-5
1 ચમચીલીંબુનો રસ
સ્ટફિંગ માટેની સામગ્રી
100 ગ્રામપનીર
3-4 ચમચીકાજુના કટકા
2-3 ચમચીકીસમીસ
ફરાળી મીઠું સ્વાદ મુજબ
½ ચમચીમરી અધ કચરા
3-4 ચમચીલીલા ધાણા સુધારેલા
તરવા માટેનું તેલ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
½ કપલીલા ધાણા સુધારેલા
¼ કપશેકેલ સીંગદાણા
2-3લીલા મરચા
½ ચમચીજીરું
ફરાળી મીઠું સ્વાદ મુજબ
¼ કપદહીં
Instructions
farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit
મિક્સ રજારમાં સાફ કરી ધોઈને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, શેકેલ સીંગદાણા,જીરું,ફરાળી મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલીચટણી
રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત
સાબુદાણા / સાઉ ને સાફ કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં ચાળી ને કાઢી લ્યો અનેએમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો
ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, સીંગદાણા પાઉડર, મરી પાઉડર, સ્વાદમુજબ ફરાળી મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખો હવેહાથ વડે મેસ કરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો
સ્ટફિંગ બનાવવાની રીત
હવે એક વાસણમાં છીણેલું પનીર, કાજુના કટકા , કીસમીસ કટકા ,લીંબુનોરસ, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બરોબર મિક્સ કરીસ્ટફિંગ તૈયાર કરી લ્યો
ફરાળી પનીર રોલ બનાવવાની રીત
બટાકાનું સાબુદાણા નું મિશ્રણ લઈ એમાંથી વાટકા જેવું બનાવી ને એમાં સ્ટફિંગ ની એક થી દોઢચમચી નાખી ને પેક કરી લ્યો આમ બધા જ રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલરોલ નાખી ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ ને ગોલ્ડન તરી લ્યો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ ફરાળી પનીર રોલ
farali paneer roll recipe in gujarati notes
તમે સાબુદાણા કે સાઉં માંથી ગમે તેને પીસી ને નાખી શકો છો
મસાલામાં તમે જે ફરાળ માં ખાતા હો તે નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો