ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટકા ને મેસર વડે મેસ કરી લ્યો
ત્યારબાદ એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર, ઝીણા સુધારેલા લીલા ધાણા, લીલા મરચા આદુ ની પેસ્ટ,શેકેલ જીરું પાઉડર 1 ચમચી, મરી પાઉડર , ફરાળી લોટ, લીંબુનોરસ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો અથવા જે આકારની ટીક્કી બનાવી હોય એ આકાર ની ટીક્કી બનાવી લ્યો
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો ને ટીક્કી ને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો અથવા તમે ટીક્કી ને તવીપર તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી ટીક્કી તરી અથવા શેકી ને તૈયાર કરીલ્યો