Go Back
+ servings
પનીર બટર મસાલા રેસીપી - Paneer butter masala recipe in Gujarati

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati | Paneer butter masala banavani rit

ટેસ્ટી પનીર બટર મસાલા જે તમારા ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે. તો ચાલો શીખીએ પનીર બટર મસાલા રેસીપી, Paneer butter masala recipe in Gujarati,Paneer butter masala banavani rit
4.50 from 2 votes
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course Main Course
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મખની ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • 6 ટામેટાં
  • 1 ડુંગળી
  • 1 લીલું મરચું
  • 2-3 લાલ મરચાં સૂકા
  • ½ કપ કાજુ
  • 2 તમાલપત્ર
  • 2 ટુકડા તજ
  • 1 એલચો
  • 3-4 એલચી
  • 5-6 નંગ લવિંગ
  • 4-5 નંગ કાળા મરી
  • 2-3 ડાળી લીલા ધાણામૂળિયાં સાથે
  • ½ ઇંચ આદુ
  • 8-10 કળી લસણ

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચો તેલ
  • 2 નંગ તમાલપત્ર
  • 1 કપ ડુંગળી સુધારેલી
  • 1 ચમચો આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી ૧ ચમચી દેગી મિર્ચી પાઉડર
  • 1 ચમચી ૧ ચમચી ધાણા પાઉડર
  • 2 કપ ટામેટા સમારેલા
  • 1 ૧ ચમચો માખણ
  • ½ કપ ક્રીમ
  • 250 ગ્રામ પનીર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી લીલા ધાણા સમારેલા
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ગરમ મસાલો

Instructions
 

પનીર બટર મસાલા રેસીપી -પનીર બટર મસાલા બનાવવાની રીત - Paneer butter masala recipe in Gujarati

  • પનીર બતર મસાલા બનવાની રીત મા સૌ પ્રથમ શીખીશું મખની ની ગ્રેવી બનાવવાની રીત અને પછી તેમાં પનીર ઉમેરી આનંદ માણીશું

મખની ગ્રેવી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક કડાઈમાં ૧ગ્લાસ પાણી લઈ પાણી ને ગરમ કરો.
  • હવે તેમાં ૬ નંગ ટામેટા સમારેલા, ડુંગળી સુધારેલી, લીલું મરચું, લાલ સુકા મરચા, કાજુ , તમાલ પત્ર , તજ ના ટુકડા, ૧ એલચો, એલચી, લવિંગ, કાળા મરી, મૂળિયાં સાથે ધાણા,આદુ , લસણ ની કળી નાખી ફરી અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ટામેટાં ગરે ત્યાં સુધીઉકળવા દો. ઉકડી જાય એટલે તેને ઠંડુ કરી મિક્સર જારમાં પીસી ને તૈયાર રાખો, તૈયારછે મખની ગ્રેવી.

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી ની રીત

  • એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં તમાલ પત્ર અને ડુંગળી સુધારેલી નાખી બરાબર સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉનથાય ત્યાં સુધી સાંતળો. આવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં હળદરપાઉડર, દેગી મિર્ચ પાઉડર ,ધાણા પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
  • હવે તેમાં સુધારેલાટામેટા નાખી ટામેટા ચડે ત્યાં સુધી શેકો. ટામેટા સેકાઈ જાય એટલે તેમાં ૧ ચમચો માખણઅને ૧/૨ કપ ક્રીમ નાખી બરાબર મિક્સ કરો.
  • હવે તેમાં પનીર ના ટુકડાકરીને નાખી ને મિક્સ કરો.
  • હવે તેમાં ખાંડ અને કસૂરીમેથી, સમારેલા લીલાં ધાણા નાખીમિક્સ કરો. છેલ્લે મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. હવે તેને ક્રીમ,માખણ અને ધાણા થી સજાવી સર્વ કરો.
  • તૈયાર છે ટેસ્ટી પનીર બટરમસાલા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો