ખાટા મગ નું શાક બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યોત્યાર બાદ એને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો (અથવા તમે પલળ્યા વગર પણ તૈયારકરી શકો છો)
હવેકુકર મા મગ નું પાણી નિતારી ને નાખો ત્યાર બાદ એકથી સવા ગ્લાસ પાણી સ્વાદ મુજબ મીઠુઅને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ( જો તમે મગ ને પલળ્યા વગર ધોઇને સીધા બાફવા નાખો તો સાત આઠ સીટી વગાડવી)
હવેએક વાસણમાં દહી ઝેની વડે જેરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને બે ત્રણ ચમચી બેસન નાખોને ફરી જેરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સકરી લ્યો
હવેએમાં અડધી ચમચી હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં બેસન વાળુ દહીં નાખી બરોબર મિક્સ કરી લેવું અને એક ઉભરો આવે ત્યાં સુધીહલાવતા રહેવું ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ચડાવી લેવા ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો અને લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ખાટ્ટા મગ નું શાક