દૂધ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધીપૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી નીતરવા મૂકો
દૂધ થોડું ગરમ થાય એટલે એક વાટકા માં બે ત્રણ ચમચી ગરમ દૂધ નાખી એમાં કેસર નાખી એક બાજુમૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
ખાંડ ઓગળી જાય ને ફરી દૂધ ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યોદસ મિનિટ પછી પૌવા બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસર દૂધ અને એમાં ડ્રાય ફ્રુટનાખી મિક્સ કરો ને ને મિનિટ ચડાવી લ્યો
પૌવા દૂધ માં બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો ત્યાર બાદરાત્રે એ વાસણને ચાંદની ના પ્રકાશ માં ખુલ્લું અથવા પાતળું કપડું ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે નરણે કોઠે ઘરના બધા મજા લ્યો દૂધ પૌવા