પૌવા નો ચેવડો બનાવવા સૌપ્રથમ જાડા પૌવા ને ચાળી ને સાફ કરી લ્યો અને સીંગદાણા ને બીજી સામગ્રીપણ સાફ કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાયએટલે તેમાં સીંગદાણા નાખી તરો
સીંગદાણા ને ઝારાથી હલાવી ને બરોબર બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા નીમદદ થી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સૂકા નારિયળ ને ગોલ્ડન થાય ત્યાં સુધીતરી લ્યો અને એને પણ કાઢી લ્યો ત્યાર બાદ કાજુ ને ગોલ્ડન તરી કાઢી લ્યો
હવે એમાં બદામ ને પણ તરી ને કાઢી લ્યો અને કીસમીસ ને તરી ને કાઢી લ્યો હવે એમાં દાડિયાદાળ નાખી એને પણ એક બે મિનિટ તરી ને કાઢી લ્યો આ બધી સામગ્રી ને બને તો ચારણી માં કાઢવા જેથી એમાંથી વધારાનું તેલ નીકળી જાય
હવે તેલ ને ફરી ફૂલ ગરમ કરી એમાં થોડા થોડા કરી જાડા પૌવા નાખતા જઈ તરી લ્યો અને એને પણ ચારણી માં કાઢી લેતા જાઓ આમ બધા પૌવા તરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને તરી ને કાઢી લ્યો હવે ગેસ ધીમો કરી નાખો ને નાની ગરણી માં કાચી વરિયાળી તરી લ્યો અને સફેદ તલ તરી લ્યો
હવે એક મોટા વાસણમાં તરેલ પૌવા અને તરેલ ડ્રાય ફ્રુટ, દાડિયા દાળ, મીઠાલીમડાના પાન, તલ, વરિયાળી, સીંગદાણા. નારિયળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
હવે કડાઈ માં બે ચમચી તેલ નવશેકું ગરમ કરો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર જીરું પાઉડર,હળદર નાખી ને ગેસ બંધ કરી તૈયાર મસાલા ને ચેવડા સાથે હલકા હાથે મિક્સકરી લ્યો ને બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો પૌવા નો ચેવડો