મુખવાસ બનાવવા સૌપ્રથમ બધી જ સામગ્રી ને ચાળી અને વીણી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાંસાફ કરેલ વરિયાળી અને સુવા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું/ સંચળ, હળદર અને ને ચમચી લીંબુનો રસ નાખી હાથ થી કે ચમચી થી બરોબર મિક્સ કરી એક બેકલાક સુધી અથવા આખી રાત ઢાંકી એક બાજુ મૂકો
બીજા વાસણમાં અળસી, કાળા તલ, સફેદ તલ, ચીયા બીજ અને અજમો સાફ કરેલ લ્યો એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું/ સંચળ અને બે ચમચી લીંબુનો રસ નાખી ચમચા કે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને એક બે કલાક અથવા આખી રાત ઢાંકી ને એક બાજુ મૂકો
ત્યારબાદ ત્રીજા વાસણમાં સાફ કરેલ મગતરી ના બીજ, સૂરજમુખી ના બીજ અને કોળા ના બીજ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું / સંચળ,હળદર અને બે ચમચી લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી એક બે કલાક અથવા આખીરાત ઢાંકી ને એક બાજુ મૂકો
બધીજ સામગ્રી ને મીઠું , હળદર અને લીંબુનો રસ લગાવી એક બાજુ મુકવા જેથી કરી એક બીજા માં બરોબર મિક્સ થઈ જાય બે ત્રણ કલાક પછી ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો એમાં સૌથી પહેલા વરિયાળીઅને સુવા ને નાખી ધીમા તાપે શેકી લ્યો બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં બીજી એક ચમચી ઘી સાથે સફેદ તલ, કાળા તલ, અજમો, ચીયા બીજ અને અળસીનાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો
હવે એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો એમાં મગતરી ના બીજ, કોળા ના બીજ અને સૂરજમુખી નાબીજ નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી ઠંડાથવા દયો
હવે કડાઈ માં ધાણા દાળ ને નાખી એક થી બે મિનિટ સાવ ધીમા તાપે શેકી લ્યો ને એને પણ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં સુખી ખજૂર ના કટકા ને ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
બધીજ સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થાય ત્યાર બાદ એક વખત હાથ થી મસળી ને ચારણી થી ચાળી લ્યોજેથી વધારાનો કચરો નીકળી જાય હવે બધી સામગ્રી એક વાસણમાં લ્યો અને બરોબર મિક્સ કરીલ્યો અને એમાં કાશ્મીરી મસાલો એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો તો તૈયાર છે મુખવાસ