મીઠી મઠરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ થી ચાર ચમચી ઘી નાખો અને બેકિંગ પાઉડર નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઘી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધો
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ અડધી ચમચી ઘી નાખી ફરી એક બે મિનિટ મસળી લ્યો પછી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો અને જો એક એક નાની પૂરી બનાવી હોય તો નાના લુવા બનાવો ને એક મોટી રોટલી બનાવી કુકી કટર થીકટ કરી પુરી બનાવી હોય તો મોટા લુવા બનાવી લ્યો
હવે વેલણ વડે થોડી જાડી રહે એમ નાની નાની પૂરી વણી એમાં કાંટા ચમચી થી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ અથવા એક મોટી થોડી જાડી રોટલી બનાવી ગોળ કે ગમે તે આકારની કુકી કટર થી કટ કરી એમાં કાંટા ચમચીથી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકા જેવું ગરમ થાય એટલે એમાં એક વખતમાં સમાય એટલી પુરી નાખી ધીમા તાપે તરી લ્યો પુરી ઉપર આવી જાય પછી ગેસ ને મિડીયમ તાપે કરી પુરી ને ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી કાઢી બીજી પૂરીઓ ને પણ ગોલ્ડન તરી લ્યો અને ઠંડી થવા દેવી
હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને જેટલી ખાંડ છે એનાથી અડધી માત્રા માં પાણી નાખી મિક્સ કરી ઉકળતા રહી એક તાર ની ચાસણી બનાવી લ્યો ચાસણી થવા આવે એટલે એમાં કેસરના તાંતણા અને એલચી દાણા નાખી ગેસ બંધ કરી નાખો
તૈયાર ચાસણી ને થોડી ઠંડી થવા દયો ચાસણી નવસેકી રહે એટલે એમાં તૈયાર કરેલ પુરી નાખી ચાસાનીથી બરોબર કોટીંગ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી વધારાની ચાસણી કાઢવા મૂકો ને એના પરડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને મઠરી ને સાવ ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવીતો તૈયાર છે મીઠી મઠરી