Go Back
+ servings
ચોરાફરી બનાવવાની રીત - ચોળાફળી બનાવવાની રેસીપી - chorafali banavani rit - chorafali recipe in Gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી | ચોરાફરી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in Gujarati | chorafali chutney recipe in Gujarati

આપણે શીખીશું ચોળાફળી બનાવવાની રેસીપી,ચોરાફરી બનાવવાની રીત સાથે સ્વાદિષ્ટ ચોળાફળી ની ચટણી અને ચોરાફળી નો મસાલો બનાવવાની સરળ રીત શીખીશું. chorafali banavani rit, chorafali recipe in Gujarati, chorafali chutney recipe in Gujarati.
4.30 from 10 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Ingredients

ચોરાફળી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ બેસન
  • 100 ગ્રામ અડદ ડાર નો લોટ
  • 2 ચમચી તેલ
  • પા ચમચી ખારો પાપડ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

મસાલા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર ૧ ચમચી
  • ½ ચમચી ૧ /૨ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

ચોરાફળી ની ચટણી માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 1 કપ પાણી
  • પા કટકો આદુ
  • પા કપ ફુદીનો
  • 1-2 તીખા મરચા
  • પા ચમચી મરી પાઉડર
  • અડચી ચમચી લીંબુ નો રસ
  • પા કપ લીલા ધાણા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ચોળાફળી બનાવવાની રેસીપી - ચોરાફરી બનાવવાની રીત - chorafali recipe in gujarati

  • ચોળાફળી નો લોટ બાંધવા સૌપ્રથમ એક વાસણમાંઅડધો કપ પાણી લો તેમાં ખારું પાપડ નાખો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ઉકાળી લોત્યાર બાદ એક વાસણમાં બેસન તથા અડદનો લોટ ચાળી લો તેમાં તૈયાર કરેલ પાણીમાં બે ચમચીતેલ નાખી તૈયાર થયેલ પાણી ઉમેરતા જઈ લોટ બાંધતા જવું જરૂર પડે તે મુજબ પાણી નાખી કઠણલોટ બાંધી લેવો ને બાંધેલો લોટ ને ૧૦-૧૫ મિનિટ મસળો
  • ત્યારબાદ બાંધેલો લોટ ઢાંકણ ઢાંકી દસથી પંદરમિનિટ એક બાજુ મૂકી દો દસથી પંદર મિનિટ બાદ લોટ ને ફરીથી ૫-૭ મિનિટ મસળી લેવો મસડિયા બાદ તેમાંથી ત્રણ ચાર મોટા લૂઆ બનાવી લેવા અને દરેકયુવાને હાથ વડે પાંચ-સાત મિનિટમાં મસળી લેવા મસળવાથી બાંધેલાલોટ તથા મસદેલા લોટનો  રંગ અલગ-અલગ થઈ જાય ત્યાં સુધી મસળવું જેથી ચોરાફરી વધારે સારી હશે ક્રિસ્પીને ફૂલેલી બનશે
  • ત્યારબાદ તેના મીડીયમ નાની રોટલી થાય એટલાનાના નાના લૂઆ કરી અને તેલ લગાડી એક બાજુ મૂકી દો ત્યારબાદ એક એક લુવો લઈ તેને મેદાનાઅટામણ લઈ  પાતળી રોટલીવણી લો બધીજ રોટલી ને સાફ કપડા પર એક પર એક મૂકતા જાઓ જેથી રોટલી સુકાઈ ના જાય રોટલીવણાઈ જાય ત્યારબાદ ગેસ પર  તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે દરેક રોટલીમાં વચ્ચે થોડાથોડા અંતરે કાપા મૂકી એક એક કરી દરેક ચો રફળી ને ફૂલ તાપે બને બાજુ તારી લેવી તળેલીચોરાફળી ઠંડી થવા એક બાજુ મૂકી દો

ચોળાફળી ની ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનોઆદું લીલા ધાણા અને મરચા નાખી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો
  •  ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી બેસન લ્યો તેમાં એક કપ પાણી નાખી બરાબર મિક્સકરો ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં સ્વાદ મુજબમીઠું નાખી ગેસ પર ધીમા તાપે દસ મિનિટ સુધી હલાવતા રહી બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધીચડાવો બેસન બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુંથઈ જાય એટલે તેમાં પીસેલી ફુદીનાની પેસ્ટ નાખી  અડધી ચમચી લીંબુ નો રસ નાખી મિક્સકરી ફ્રીઝ માં ઠંડી કરો

ચોળાફળી નો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા સંચળ,સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચાનો ભૂકો ,આમચૂર પાવડર ,મરી ,ગરમ મસાલો બધાનેએક મિક્સર જારમાં લઈ બરોબર પીસી મસાલો તૈયાર કરી લો
  • હવે તરેલી ચોરાફળી સર્વિંગ પ્લેટ પર લઈ તેનાપર તૈયાર કરેલો મસાલો છાંટી ઠંડી ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો