પનીરને થાળી માં પાંચ સાત મિનિટ હથેળી વડે બરોબર મસળી ને સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ એમાં સોજી અને કોર્ન ફ્લોર નાખી ફરી પાંચ મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
પનીર દસ મિનિટ માટે એક બાજુ મૂક્યો છે ત્યાં સુંધી માં બે મોટી તપેલી લ્યો એમાં એક માં બેકપ ખાંડ નાખો સાથે બે કપ પાણી નાખો ને બીજી તપેલી માં દોઢ કપ ખાંડ નાખો સાથે પોણા ત્રણ કપ પાણી નાખી ગેસ પર બને તપેલી મૂકો ને હલાવતા રહી ખાંડ ઓગળી લ્યો
હવે જેમાં દોઢ કપ ખાંડ નાખેલ તપેલી ની ખાંડ ઓગળી જાય ને ઉકળે એ પહેલા ગેસ બંધ કરી નાખોઅને જેમાં બે કપ ખાંડ નાખેલ હતી એ ખાંડ ઓગળી ને ઉકળવા લાગે અને ચાસણી ચિકાસ વાળી લાગે ત્યાં સુધી ચડાવી લેવી
દસ મિનિટ પછી ફરી બે મિનિટ પનીર ને મસળી લ્યો ને જે સાઇઝ ની ચમ ચમ બનાવી હોય એ સાઇઝ ના લંબગોળ ગોલા બનાવી થોડા દબાવી લ્યો અને ને કપ ખાંડ વાળી ઉકળી ચાસણીમાં જેટલા એક સાથે સમાય એટલા નાખી ને ઢાંકી ને ચર્મ પાંચ મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા જ રસગુલ્લા ને ચમચા થી ઉથલાવી ફરી ઢાંકી ને મિડીયમ ફૂલ તાપે બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી એમાં બીજી તપેલી માં તૈયાર કરેલ ચાસણી માંથી કડછી એક ચાસણી લઈ રસગુલ્લા વાળી તપેલી માં ઢાંકણ ખોલી ખોલી ને ચાસણી થોડી થોડી નાખતા જાઓ આમ બે ત્રણ કડછી નાખી ચડાવી લ્યો આશરે બાર પંદર મિનિટ ચડાવવા
(આમ બીજી ચાસણી નાખતા જવાથી જેમાં રસગુલ્લા ચડે છે એ ચાસણી ઘાટી ના થઈ જાય ને મીઠાસ પણ ઓછી ના થાય એટલે બીજી તપેલી માં તૈયાર કરેલ ચાસણી નાખવાની છે)
તૈયાર રસગુલ્લા ને બીજી તપેલી માં કરેલ ચાસણીમાં કાઢી લ્યો ને બીજા રસગુલ્લા પહેલા રસગુલ્લા જે રીતે ચડાવેલ એમ ચડાવી તૈયાર કરી ને ચાસણમાં નાખી દયો ને તૈયાર રસગુલ્લા ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકી છ સાત કલાક ઠંડા થવા દયો