Go Back
+ servings
ઉત્તપમ બનાવવાની રીત - uttapam recipe in gujarati - ઉત્તપમ રેસીપી - ઉત્તપમ ની રેસીપી - uttapam banavani rit - uttapam banavani recipe - uttapam banavani rit gujarati ma

ઉત્તપમ સાથે લાલ મરચાની ચટણી બનાવવાની રીત | ઉત્તપમ બનાવવાની રીત | uttapam recipe in gujarati | ઉત્તપમ રેસીપી | ઉત્તપમ ની રેસીપી | uttapam banavani rit | uttapam banavani recipe | uttapam banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ઉત્તપમ અને લાલ ચટણી બનાવવાનીરીત - ઉત્તપમ બનાવવાની રીત - uttapam banavani rit શીખીશું. આ ઉત્તપમ તમે ઢોસા ના મિશ્રણ થી તૈયાર કરી શકો છો ને તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગતા હોય છે ને સાંભાર અથવા ચટણી સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે uttapam banavani rit - uttapam recipe in gujarati - ઉત્તપમ ની રેસીપી  શીખીએ
4.60 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
fermentation time: 11 hours
Total Time: 11 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોસા તવી

Ingredients

ઉત્તપમનું ખીરું બનાવવા માટેની સામગ્રી  | uttapam nu khiru ingredients

  • 3 કપ ચોખા
  • 1 કપ બોઈલ ચોખા / ઉશ ના ચોખા 
  • 1 કપ અડદ દાળ 
  • ¼ કપ ચણાદાળ
  • 1-2 ચમચી મેથી દાણા
  • પાણી જરૂર મુજબ

ઉત્તપમની ઉપર નાખવા માટેની સામગ્રી

  • ઉત્તપમનું મિશ્રણ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઝીણી સુધારેલી ડુંગળી
  • ઝીણા સુધારેલા ટમેટા
  • ઝીણા સમારેલા લીલાં મરચાં
  • મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા
  • લીલા ધાણા સુધારેલા
  • જરૂર મુજબ માખણ / તેલ

ઉત્તપમની લાલ ચટણી બનાવવાની સામગ્રી

  • 5-6 ચમચી તેલ
  • 10-15 લાલ મરચા 
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 4-5 મીઠા લીમડાના પાન
  • 1 કપ છીણેલું લીલું નારિયળ
  • 1 ચમચી આંબલી 
  • 3-4 ચમચી દાડીયા દાળ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

ઉત્તપમ રેસીપી | ઉત્તપમ ની રેસીપી | uttapam banavani rit | uttapam banavani recipe | uttapam banavani rit gujarati ma

  • સૌથી પહેલા આપણે ઉત્તપમ નું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યાર બાદ ઉત્તપમ બનાવતા શીખીશું અને છેલ્લે ઉત્તપમ સાથે સર્વ થતી લાલ મરચાની ચટણી બનાવવાની રીત શીખીશું

ઉત્તપમનું ખીરું બનાવવાની રીત | uttapam nu khiru banavani rit | ઉત્તપમ નું બેટર બનાવવાની રીત

  • સૌ પ્રથમ દાળ અને ચોખા ને સાફ કરી લ્યો અને અલગ અલગ વાસણમાં કાઢી લ્યો હવે બે ત્રણ પાણી થી અડદ દાળ અને ચણા દાળ સાથે મેથી નાખી પલાળી લ્યો  અને ચોખા અને ઉશ ના  ચોખા ધોઇ લ્યો ને બધા માં બે ગ્લાસપાણી નાખી અલગ અલગ બે ત્રણ કલાક પલાળી મૂકો
  • ત્રણકલાક પછી બધા માંથી પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે એમાં જરૂરમુજબ પાણી નાખી ઘટ્ટ પીસી લ્યો બરોબર સ્મુથ પીસાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લ્યોને ઢાંકી ને ગરમ જગ્યાએ આઠ થી દસ કલાક અથવા આખી રાત આથો આવવા મૂકી દયો

ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit

  • ઉત્તપમના મિશ્રણ ને દસ કલાક સુંધી માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબરમિક્સ કરી લ્યો ને જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે એમ હોય તો જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે એમાં જે પ્રમાણે ના મોટા ઉત્તપમ બનાવવા હોય એ પ્રમાણે નું મિશ્રણ નાખો ને ઉપર થી ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, લીલા મરચાં, લીલા ધાણા અને મીઠા લીમડાના પાન ના કટકાછાંટો
  • હવે એના પર ઘી / તેલ/ માખણ લગાવી તવિથા વડે થોડો દબાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ફરી તવિથાવડે દબાવી શેકી લ્યો આમ બને બાજુ શેકી લ્યો ને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો આમ એકપછી એક ઉત્તપમ તૈયાર કરી લ્યો

ઉત્તપમની લાલ ચટણી બનાવવાની રીત

  • લાલ મરચા ને ગરમ પાણીમાં બે ત્રણ કલાક પલાળી મૂકો હવે ગેસ પર એક વઘારીયા માં તેલ ગરમ કરોતેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો અને તૈયાર વઘાર મિક્સર માંનાખી દયો
  • ત્યારબાદ એમાં ત્રણ કલાક પછી એનું પાણી નિતારી મિક્સર જારમાં નાખો અને સાથે નારિયળ નું છીણ, આંબલી માંથી બીજ કાઢી આંબલી,સ્વાદ મુજબ મીઠું, દાડિયા દાળ નાખી પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ થી અડધો કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે લાલ ચટણી જેને સર્વ કરો ગરમ ગરમ ઉત્તપમ સાથે લાલ ચટણી

uttapam recipe in gujarati notes

  • આ મિશ્રણથી તમે ઢોસા, ઉત્તપમ, ઈડલી અને અપ્પમ તૈયાર કરી શકો છો અને મિશ્રણરેડી શકાય એટલું લિક્વિડ હોવું જોઈએ જો વધારે લિક્વિડ થઈ જાય તો ઝીણી સોજી નાખી થોડી વાર રહેવા દેવું ને ઘટ્ટ હોય તો પાણી નાખવું
  • ઉત્તપમ ઉપર તમે તમારી પસંદ ના શાક નાખી તૈયાર કરી શકો છો
  • જો બરોબર આથો આવેલ હસે તો તમે ઉત્તપમ માટે મિશ્રણ કડાઈ માં નાખશો ત્યારે એમાં નાના હોલ બની જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો