નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા સૌપ્રથમ નાગરવેલ ના વીસ થી પચીસ પાન ને પંદર વીસ મિનિટ પાણી માં બોળીરાખો ત્યાર બાદ પાન ને બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે એની દાડીકાપી અલગ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવીને સૂકવી દયો
( અહી તમે પાન ના ટુકડા માં અડધી ચમચીચૂનો એક ચમચીમાં પલાળી અને એક ચમચી કાંથો એક ચમચીમાં પલાળી ને પાન ના કટકા સાથે બરોબરમિક્સ કરી ને સૂકવી ને પણ વાપરી શકો છો અથવા તો આજ કાલ બજારમાં તૈયાર પાન ના સૂકા પાનપણ મળે છે એ પણ વાપરી શકો છો )
હવે બધી જ સામગ્રી ને સાફ કરી લેવાજેથી એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય અને ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સૌથી પહેલા કાચીવરિયાળી ને શેકી લ્યો વરિયાળી નો રંગ થોડો અલગ થાય અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમાતાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટશેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો
હવે મગતરી ના બીજ ને બે મિનિટ શેકીલ્યો અને કાઢી લ્યો અને ખજૂરના ટુકડા બે મિનિટ શેકી લ્યો અને નારિયળ છીણેલું એક મિનિટશેકી લ્યો ને કાઢી લ્યો. બધી શેકેલ વસ્તુ ને બિલકુલ ઠંડી થવા દયો
બધી શેકેલ સામગ્રી સાવ ઠંડી થાય એટલે બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો એમાં ખજૂર પીસેલી, નારિયળ પાઉડર, મીઠી વરિયાળી, ટુટી ફૂટી, સૂકવેલાનાગરવેલ ના પાન ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાશ્મીરી મસાલોનાંખી મિક્સ કરો અને જો તમને ગુલકંદ નાખવું હોય તો એ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાન મુખવાસ