સૌપ્રથમ મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી / તેલ નાખી હાથ વડે બરોબર મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ત્યારબાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો
દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો અને બે ત્રણ ભાગ કરી લુવા બનાવી લ્યો ને એક ભાગ ને વેલણ વડે એક સરખા ભરેલા પરોઠા જેટલી જાડી વણી લ્યો
ત્યારબાદ ગોળ કુકી કટર થી એક બાજુથી અર્ધ ગોળ કાજુના આકારમાં એક બાજુથી કાપી લ્યો ને એકથાળી માં કાઢી લ્યો આમ બધા લુવા વણી ને કાજુ આકારમાં કાપી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવી ને ગોલ્ડન તરી લ્યો બિસ્કીટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
આમ બીજા તૈયાર કરેલ કાજુના કટકા ને પણ ધીમા તાપે તરી લ્યો અને બધા કાજુ તૈયાર થઈ જાય એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી મિક્સ કરી લ્યો તો તૈયાર છે મસાલા કાજુ બિસ્કીટ