બાંધેલા લોટ ને અડધા કલાક રાખ્યા પછી એને મસળવા ની જરૂર નથી બસ એના જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં ગોલા બનાવો અને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો આમ બધા ગોલા બનાવી ને વચ્ચે હોલ કરી તૈયાર કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે અને તૈયાર કરેલ ગોલા નાખી મિડીયમ તાપે નાખો ને બે મિનિટ પછી એને ઉથલાવી નાખો અને થોડો રંગ આવવા લાગે એટલે ગેસ ધીમો કરી તરો ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો અને તરેલ ગોલા ને તૈયાર નવશેકી ચાસણીમાં નાખી દયો અને બાલૂશાહી ચાસણી માં ડૂબે એટલે એને ચાસણી માંથી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે બાલૂશાહી