હવે એક લુવો લ્યો એને વેલણ વડે વણી ને પાતળી રોટલી જેમ વણી લ્યો રોટલી સાવ પાતળી વણી લીધા બાદ એના પર તૈયાર કરેલ સ્લરી બરોબર લગાવી લ્યો
ત્યાર બાદ એ રોટલી ને એક બાજુ થી નો રોલ બનાવી લ્યોઅને દબાવી ને બરોબર રોલ બનાવી લ્યો અને આમ બીજા લુવા ને વણી સ્લરી લગાવી ને રોલ બનાવી તૈયાર કરી લ્યો એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો અને હથેળી થી દબાવી ને ચપટા બનાવીલ્યો
હવે ફરી દબાવેલ લુવા ને વેલણ વડે ગોળ પાતળી વણી લ્યો ને એના પર તૈયાર સ્લરી લગાવી એને અડધી ફોલ્ડ કરી એના પર સ્લરી લાગવી ફોલ્ડ કરી ત્રિકોણ કરી લ્યો અને વેલણ વડે થોડી વણી લ્યોને કાંટા ચમચી વડે કાણા કરી લ્યો આમ બધા જ ત્રિકોણ તૈયાર કરી વણી ને કાણા કરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ત્રિકોણનાખી ને ચાર પાંચ મિનિટ ચડી જાય પછી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ધીમા તાપે ગોલ્ડન ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા ત્રિકોણ ને તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો નેઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે પડ વાળા નમક પારા