ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર,સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો
અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકાકરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજીતૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યારબાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી