ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સૂકા નારિયળ નો પાઉડર લ્યો એમાં મિલ્ક પાઉડર, એલચી નો પાઉડર અને પીસેલી ખાંડ(ખાંડ ની માત્ર વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો) નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ગરમ કરી સાવ ઠંડુ કરેલ દૂધ થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બાંધી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ને મિશ્રણ નો ભેગુ થઈ જાય ત્યાં સુધી હાથ વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી લ્યો
હવે એક પ્લેટ માં અને હાથ માં ઘી લગાવી લ્યો અને તૈયાર મિશ્રણ નેબ્રોબ્ર દબાવી દબાવી ને ગોળ, ચોરસ કે ત્રિકોણ આકાર માં લાંબો સિલેન્ડર આકાર આપતા જાઓ આકાર બરોબર આપી દયો એટલે એને સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિક માં બરોબર દબાવી દબાવી પેક કરી લ્યો ને બને બાજુ થી પણ પેક કરો
હવે રોલ ને પ્લેટ ફોર્મ પર થપ થપાવી ને બરોબર સેટકરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ફ્રીઝર માં સેટ થવા મૂકો દસ મિનિટ માં રોલ બરોબરસેટ થઇ જસે એટલે એને બહાર કાઢી લ્યો અને એના પર ચાહો તો ચાંદી ની વરખ લગાવી ને ધારદાર ચાકુથી કટકા કરી લ્યો
કટકા કરતી વખતે એક કટકો કરી લીધા બાદ ચાકુ સાફ કરી લેવો ત્યાર બાદ બીજો કટકો કરવો ને ફરી ચાકુ કપડાથી સાફ કરી લ્યો ને ત્રીજો કટકો કરવો આમ કરવાથી કટકા બરોબર આકારમાં કપાશે બધા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને મજા લ્યો ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી