ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી રાખેલ શાકભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફૂલ તાપે1-2 મિનિટ ચડાવી લ્યો શાકભાજી ચડવા આવે એટલે એમાં તૈયાર કરેલ મસાલા નીએક ચમચી નાખી સેકી લ્યો અને એક બાજુ મૂકો
હવે બીજી કડાઈમાં3-4 ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા,જીરું, અધ કચરા પીસેલા ધાણા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો
ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધીસાંતળો પછી એમાં લીલા મરચાં સુધારેલ, આદુ પેસ્ટ નાખી મિક્સ કરીબે મિનિટ શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર,હળદર અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને મીઠું નાખી ટમેટા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ટમેટામાંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી મસળી નાખો અને ચાર પાંચ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર શેકીલ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ તેલ અલગથાય ત્યાં સુધી ચડાવી લ્યો અને પા કપ પાણી નાખી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડાવો
હવે એમાં શેકી રાખેલ શાકભાજી નાખો સાથે માખણ અને ગરમ મસાલો અને ક્રીમ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા નાખો તો તૈયાર છે વેજ કડાઈ