Go Back
+ servings
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત - ચણાની દાળ ચોખા ના ઢોકળા - dal chokha na dhokla banavani rit - chokha ane dal na dhokla - dal chokha na dhokla recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | dal chokha na dhokla banavani rit | dal chokha na dhokla recipe in gujarati

દરેક ગુજરાતીના ઘરમાં ખવાતા દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત શીખીશું,dal chokha na dhokla banavani rit,dal chokha na dhokla recipe in gujarati
4.29 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/કુકર

Ingredients

દાળ ચોખા ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • ½ કપ ચણા દાળ
  • 2-3 ચમચી દહીં
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • ½ ચમચી સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી 1 ચમચી તલ
  • ½ ચમચી ચમચી હિંગ
  • 1 દાડી મીઠો લીમડો
  • 1-2 લીલા મરચા

Instructions

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત - Dal chokha na dhokla banavani rit

  • ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ચોખા અનેદાળને બરોબર મિક્સ કરી લો
  • હવે ચોખા અને દાળને પાણીથી બરોબર ધોઇ સાફ કરો
  • ત્યારબાદ તપેલીમાં ચાર-પાંચ ગ્લાસ પાણીમાં નાખી દાળ ચોખા ને ઢાંકણ ઢાંકી ચારથી પાંચકલાક પલળવા મૂકી દો
  • દાળ અને ચોખા બંને પલળી જાય એટલે વધારા નુંપાણી કાઢી નાખો
  • પલાળેલા દાળ ચોખા માં દહી ને જરૂર મુજબ પાણીનાખી તેને મિક્સરમાં બરોબર પીસી લ્યો
  • હવે પીસેલું મિશ્રણ ને ઢાંકણ ઢાંકી છથી સાતકલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા એક્સાઇડ મૂકી દેવું
  • છથી સાત કલાક બાદ આથો આવી ગયો બાદ  તેમાં સ્વાદ પ્રમાણેમીઠું ,આદુ-મરચા-લસણનીપેસ્ટ , હરદળ, એક ચમચી તેલ નાખી બરાબર મિક્સકરો
  • હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો તેમાંનીચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દો
  • પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં ઢોકળાં આ મિશ્રણમાંસોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો
  • હવે ગ્રીસ કરેલા એક વાસણમાં ઢોકળાનું મિશ્રણનાખો
  • હવે એ વાસણ ને ઉકળતા પાણી વાળા કડાઈમાં મૂકીઢાંકણ ઢાંકી પંદર મિનિટ ચડાવો
  • ઢોકળા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવાદો
  • ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેના કટકા કરી લો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલેતેમાં રાઈ , હિંગ,તલ, લીલુ મરચુ ,મીઠો લીમડો નાખી વઘાર કરો
  • તૈયાર વઘારમાં ઢોકળા ના કટકા નાખી બરોબર મિક્સકરો
  • લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો

Dal chokha na dhokla recipe in gujarati notes

  • સોડા ની જગ્યાએ તમે ઇનો પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો