બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા નેછોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ નાભાગ થી દબાવી આકાર આપી દયો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો
ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખીમિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો