જુવારની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચારણી થી ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને જો લોટ સાવ ઝીણો પિસેલ હોય તો ઠંડુ પાણી અને જો થોડો દરદરો પીસેલ હોય ગરમ પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો
હવે એના બે ત્રણ ભાગ બનાવી લ્યો અને પહેલા બને હાથ વડે થોડી પહોળી કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ લઈ ને બને હાથ ની હથેળી વડે રોટલી બનાવી લ્યો રોટલી બની જાય એટલે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખવો અને બે હાથ ની મદદ થી તૈયાર રોટલીને ઉપાડી ને તવી પર નાખો અને ઉપર ને ભાગે એક બે ચમચી પાણી લગાવી દયો
નીચેના ભાગ થી થોડી ચડી જાય અથવા ઉપર લગાવેલ પાણી સુકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ આખીરોટલી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી થોડી થોડી દબાવી ને ચડાવી લ્યોઆમ બને બાજુ બરોબર શેકી ને તૈયાર કરી લ્યો આમ બધી રોટલી બનાવી શેકી ને તૈયાર કરી લ્યોને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી ને સર્વ કરો જુવાર ની રોટલી