બાજરાના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મીઠા ને પાણીમાં ઓગળી લ્યો ( મીઠું ઓગળી લીધા બાદ પાણી ચાખી લેવું અને મીઠું હમેશા થોડી વધારે માત્રામાં નાખવું )
ત્યારબાદ બીજા બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું થોડુ મીઠા વાળુ પાણી નાખતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધો ને બાંધેલા લોટ ને હથેળી ના નીચે ના ભાગ થી દબાવી દબાવી ને મસળી લ્યો લોટ ને આઠ દસ મિનિટ મસળવો જેથી લોટ સોફ્ટ થઈ જાય
હવે ગેસ પર એક માટી ની તવી ને મિડીયમ ફૂલ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી જેટલો રોટલો બનાવી શકો એટલો લોટ લઈ ને બને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ગોળો બનાવી લ્યો
હવે હથેળી ના નીચે ના ભાગ થી હળવે હળવે ફેરવતા જઈ પહેલા કિનારી ને થોડી પાતળી કરો ત્યારબાદ બને હથેળી વચ્ચે રોટલો ફેરવતા જઈ વચ્ચે થી પણ પાતળો કરી લ્યો આમ બને હાથ વચ્ચે રોટલા ને ટપ ટપાવી ને રોટલો તૈયાર કરો
તૈયાર રોટલા ને ગરમ તવી પર બરોબર નાખો ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દેવો ચાર મિનિટ પછી રોટલી નીચે બાજુ થોડો ચડી જય એટલે તાવિથા થી હલકા હાથે ઉખાડી ને બીજી બાજુ ચડાવો બીજી બાજુ પણ ચાર મિનિટ ચડવા દયો ત્યાં બાદ તવિથા થી ઉખાડી ને જ્યાં ચડ્યો ના હોય ત્યાં તવી પરફેરવી ફેરવી ને ચડાવી લ્યો
બીજી બાજુ રોટલો બરોબર ગોલ્ડન જેવો ચડી જાય એટલે ઉથલાવી ને પહેલી બાજુ બે મિનિટ ચડવા દયો ત્યાર બાદ હળવા હાથે બધી બાજુ દબાણ આપી એક મિનિટ ચડવા દયો અને ત્યાર બાદ હાથ વડે ઉપાડી ચેક કરો જ્યાં કાચો લાગે ત્યાં ચડાવો
રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો ને ગરમ ગરમ રોટલા માં કાણું કરી એમાં અંદરએક બે ચમચી ઘી અને ઉપર એકાદ ચમચી ઘી લગાવી દયો આમ બાકી રહેલ બાંધેલા લોટ માંથી લોટ મસળી રોટલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ બાજરા ના રોટલા