Go Back
+ servings
પાવભાજી બનાવવાની રીત - પાઉં ભાજી બનાવવાની રીત - Pav bhaji recipe in Gujarati - pav bhaji banavani rit - pav bhaji banavani rit gujarati ma

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

કુકરમાં પાઉં ભાજી બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવીએ પાવભાજી, pav bhaji recipe in Gujarati,pav bhaji banavani rit gujarati ma
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

 ભાજી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2 બટાકા ના કટકા
  • ½ કપ બીટ ના કટકા
  • 1 કપ ગાજર ના કટકા
  • ¼ કપ વટાણા
  • ½ કપ કેપ્સીકમ ના જીના કટકા
  • ½ કપ ફૂલગોબી ના કટકા
  • 1 ડુંગરી જીની સુધારેલ
  • 2 ટામેટા જીના સુધારેલા
  • 1-2 ચમચી કસુરી મેથી
  • ¼ કપ લીલા ધાણા
  • 3 ચમચા પાઉંભાજી મસાલો
  • 1 ચમચી જીરૂ
  • ¼ ચમચી ચમચી હળદર
  • 1 ચમચી ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4 ચમચા તેલ
  • 3 ચમચા 3 માખણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ પાણી

પાઉંના મસાલા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી માખણ
  • ½ ચમચી પાઉંભાજી મસાલો
  • 1 ચમચી લીલા ધાણા જીના સમારેલા

Instructions

પાવભાજી બનાવવાની રીત - પાઉં ભાજી બનાવવાની રીત - Pav bhaji recipe in Gujarati- pav bhaji banavani rit

  • ભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં બે ચમચીતેલ અને બે ચમચી માખણ ગરમ કરો
  • તેલ માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી શેકો
  • ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી આદુ-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો
  • ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો ભૂકો , પાઉંભાજી મસાલો તેમજલીલા ધાણા નાખી 2-3 મિનિટ સેકો
  • ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી ટમેટા નરમથઇ તેલ છોડે ત્યાં સુંધી સેકો
  • ત્યાર બાદ તેમાં ગાજર ના કટકા ,બટાકાના કટકા વટાણા ,બીટ ના કટકા,ફૂલકોબી ના કટકા, કેપ્સીકમ ના કટકા નાખી બરોબરમિક્સ કરો
  • ત્યારબાદ તેમાં દોઢથી બે કપ જેટલું પાણી નાખીસ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • પછી કૂકરના ઢાંકણ ઢાંકી છથી સાત સીટી થવા દોછ-સાત સીટી બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું
  • ત્યારબાદ કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓનેબરોબર મેશ કરી લો
  • ધીમે તાપે તેને ખદખદવા દો
  • ત્યાં સુધીમાં બીજી કડાઈ કે વઘારીયા માં બેચમચી તેલ એક ચમચી માખણ ગરમ કરો
  • ગરમ થાય એટલે તેમાં મેથી ,લીલા ધાણા અને પા ચમચી પાંઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો
  • તૈયાર વઘારને પાવભાજી ઉપર નાખી બરાબર મિક્સકરો , તો ભાજી તૈયાર છે
  • હવે પાઉં ને સેક્વા માટે એક તવી પર એક ચમચીમાખણ ગરમ કરવા મૂકો
  • માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી પાવભાજી ગરમમસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો
  • પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બન્ને બાજુસેકી ને ગરમ  કરી લો
  • તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ નાખી  પાઉં ને ડુંગળીના કચુંબરસાથે ગરમાગરમ પીરસો

Notes

આ રીતે કૂકરમાં ભાજી કરવાથી ખૂબ જ ઝડપથી થાય છે 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો