દાબેલી મસાલો બનાવવા સૌપ્રથમ બધા મસાલા ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા , જીરું, કાચી વરિયાળી , મોટી એલચી, મરી, દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ , લવિંગ, આંબલી નાખી સાવ ધીમા તાપે મસાલા થોડા રંગ બદલેત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો
મસાલાનો થોડો રંગ બદલે એટલે એમાંતજ નો ટુકડો ના કટકા કરી અને નારિયળ છીણ નાખી ફરી નારિયળનો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મસાલા બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો
મસાલા થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વાર પીસી લ્યો ત્યારબાદ ચમચા વડે હલાવી લ્યો અને ફરી બે ત્રણ વખત પીસી લ્યો આમ મસાલા ને દર્દરા પીસી લ્યો
હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી ફરી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તૈયાર મસાલા ને એક વાસણમાંકાઢી લ્યો અને એમાં સુગંધ વગરનું તેલ, લીંબુના ફૂલ, ખાંડ નાખી મિક્સકરી લ્યો છેલ્લે એમાં નારિયળ નું છીણ એક થી દોઢ ચમચી નાખો ને ફરી મિક્સ કરી લ્યો
મસાલામાં તેલ બરોબર મિક્સ કરી લીધા બાદ એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને બહાર 1 મહિના સુંધી અને ફ્રીઝ માંપાંચ છ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે દાબેલી મસાલો