ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જારી મૂકી એનાપર તેલ વાળો હાથ કરી તેલ ટમેટા પર લગાવેલ ટમેટા, લીલા મરચા, ડુંગળીઅને લસણ મૂકી ધીમા તાપે ફેરવી ફેરવી ને ચડાવો
બધીજ સામગ્રી ને બરોબર શેકી લીધા જે જે સામગ્રી શેકાઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે પાણી વાળા હાથ કરી એના ફોતરા અલગ કરી લ્યો આમ મરચા, લસણ અને ડુંગળીના ફોતરા ઉતારી લ્યો
હવે ચાકુ વડે બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં નાખતા જાઓ ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ,સંચળ અને લીલા ધાણા સુધારેલા,લીંબુનો રસ અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક તજ ના ટુકડા ને મૂકી એને કોલસો બનાવી લ્યો ને તજ નો ટુકડો બરોબર કોલસો થવા લાગે એટલે એક નાની વાટકી માં મૂકી વાટકી ચટણી વાળા વાસણમાં મૂકી ઉપર ઘી નાખી ઢાંકીને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ બાદ ચટણી ને સર્વ કરો તો તૈયાર છે ટમેટાની ચટણી