દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો
ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર,લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખીધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢીને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપેએક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો
બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો