Go Back
+ servings
નાનખટાઈ બનાવવાની રીત - નાનખટાઈ રેસીપી - nankhatai recipe in gujarati - nankhatai banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit

આજે આપણે ઓવન અને કડાઈ મા નાનખટાઈ બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે, nankhatai recipe in Gujarati, nankhatai banavani rit
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો ૧ કપ
  • ચણા નો લોટ ૧/૨ કપ
  • સોજી ૧.૫ ચમચી
  • મિલ્ક પાવડર ૧ ચમચી
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • મીઠું ૧ ચપટી
  • પીસેલી ખાંડ ૧/૨ કપ
  • ઘી ૧/૨ કપ
  • છીણેલા ડ્રાય ફ્રુટ ૨-૩ચમચી

Instructions

નાનખટાઈ બનાવવાની રીત ઓવનમાં

  • એક બાઉલ માં ૧ કપ મેંદો,૧/૨ કપ ચણા નો લોટ, સોજી, મિલ્ક પાઉડર, એલચી પાવડર, મીઠું, પીસેલી ખાંડ લઈ બરાબરમિક્સ કરીને તેમાં થોડું થોડું કરી ને ઘી મિક્સ કરતા જવું. બધું ઘી નાખી દીધા બાદતેને ૫ મિનિટ બરાબર મસળી લેવું.
  • હવે આ મિશ્રણમાંથી એક એકકરીને નાના નાના ગોળા લઈ એને નાનખટાઈ જેવો આકાર આપી ઉપર છીણેલા ડ્રાય ફ્રુટ લગાડીને એક ધાતુ ની પ્લેટ/ બેકિંગ ટ્રે માં થોડા થોડા અંતરે ગોઠવી દો.
  • જો ઓવેન માં બનાવી હોય તોઓવેન્ ને પહેલા ૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રી - હિટ કરવા મુકી દો. ઓવેન પ્રિહિટ થાય પછી તેમાં બેકિંગ ટ્રે માં મુકેલી નાનખટાઈ મુકી ઓવન ને ૧૮૦ ડિગ્રી પર૧૫-૨૦ મિનિટ બેક કરવા મૂકો.

નાનખટાઈ બનાવવાની રીત કડાઈમા

  • જો તમારા પાસે ઓવન ન હોયતો તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
  • એક જાડા તળિયાવાળી કડાઈને ઢાંકી ને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.
  • કડાઈ ગરમ થઇ જાય એટલેતેમાં એક કાંઠો મુકી ઉપર નાનખટાઈ વાળી પ્લેટ મુકી એને ૨૦-૨૫ મિનિટ માટે ધીમા તાપેચડવા દો.
  • ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરોકે નાનખટાઈ આછા બદામી રંગની થાય એટલે ઉતારી લો અને ઠંડી થવા દો.
  • તૈયાર છે મસ્ત મીઠીનાનખટાઈ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો