ગેસ પર રીંગણ માં કાપા પાડી તેલ લગાવી શેકવા મૂકો સાથે ટમેટા, ડુંગળી , લસણ અને એક બે લીલા મરચા ને શેકવા મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી બધી બાજુથી બરોબર શેકી લ્યો
બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એના ફોતરા અલગ કરી લ્યો અને અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં ઝીણા સુધારેલા રીંગણ, ડુંગળી, લીલા મરચા સુધારેલા, બાફેલા બટાકા મેસ કરી નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો