ગબ ગોટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આશરે પોણો કપ જેટલું પાણી થોડું થોડુ કરી નાખી ને બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને ઓછા ઓછા અડધા થી એક કલાક પલળવા મૂકો
હવે ગાજર, ટમેટા,ડુંગળી, મરચા, અને કેપ્સીકમને ધોઇ લ્યો ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો હવે સોજી બરોબર પલળી જાય એટલે એમાં ઝીણાસુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા,કેપ્સિકમ, ગાજર અને લીલા ધાણા નાખી બરોબર મિક્સકરી લ્યો
હવે એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સઅને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં બેકિંગ સોડા અને ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો હવે એક વાટકી માં એક ચમચી રાઈ , એક ચમચીજીરૂ અને એક ચમચી સફેદ તલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર અપ્પમ પાત્ર ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને એમાં થોડું થોડુ તેલ નાખી દયો એમાં ચપટી ચપટી રાઈ, જીરું અને સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ સોજી નું મિશ્રણ નાખી એના પર ફરી થોડું થોડુ તેલ નાખોદયો અને ચડવા દયો નીચે ના ભાગે ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચીથી ઉથલાવી ને ઊંધા કરી નાખો
હવે નીચે ના ભાગ માં પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એને કાઢી લ્યો અને બીજી વખત તેલ ને રાઈ જીરું તલ નાખો મિશ્રણ નાખી ને બને બાજુ શેકી લ્યો આમ બધા ગબ ગોટા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ગબ ગોટા