ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં ૧ કપ સાવ તથા સાબુદાણા લઇ ઝીણા પીસી લો
હવે પીસેલા સાવ સાબુદાણાને એક વાસણમાં કાઢીતેમાં સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરો
હવે આ મિશ્રણમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણીનાખી મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો
હવે તૈયાર કરેલ આ પેસ્ટને ઢાંકણ ઢાંકી પંદરથીવીસ મિનિટ અથવા અડધો કલાક એક બાજુ મૂકી દો
અડધા કલાક બાદ મિશ્રણ ને ફરીથી એકવાર બરોબરમિક્સ કરી લો
ગેસ પર હવે એક નોનસ્ટીક ઢોસા તવી ને ગરમ કરવામૂકો
તવી ગરમ થાય એટલે તેના પર ઘી / તેલ વાળો પોતું અને પાણી છાંટો અને કોરા કપડા થી લુછી લ્યો
હવે કડછી અથવા વાટકી વડે મિશ્રણને તવી ઉપર મૂકીગોળ ઢોસા નો આકારમાં ફેરવી ઢોસો તૈયાર કરી લો
ઢોસા ઉપર ઘી અથવા તેલ છાંટી નીચેથી ગોલ્ડન થાયત્યાં સુધી શેકી ઢોસા તૈયાર કરી લો
જો તમને કડછી કે વાટકી વડે ઢોસા ફેરવવાનુંફાવી નહીં તો મિશ્રણને થોડું વધારે પાતળું કરી તેને તવી પર રેડીને પણ ઢોસા બનાવી શકોછો
તૈયાર થયેલા ઢોસા ની ફરાળી બટાકા ના શાક અનેચટણી સાથે પીરસી શકો છો