ચીઝ પનીર ગોટાળો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં માખણ અને તેલ ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં જીરું, લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ,સુધારેલ ડુંગળી અને લીલું લસણ સુધારી ને નાખો ને બરોબર મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
ડુંગળી થોડી નરમ થાય ને આદુ લસણ ની કચાસ ઓછી થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેસર વડે બધી સામગ્રી ને કડાઈ માં જ મેસ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
હવે એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલ પાલક , લીલા ધાણા , ચાર્ટ મસાલો, પાઉંભાજી મસાલો, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અનેસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નું પાણી બરીજાય ત્યાં સુધી ચડાવો
ત્યારબાદ એમાં છીણેલું પનીર અને છીણેલું ચીઝ નાખોઅને પા કપ પાણી નાખી નાખી મિક્સ કરો ને મેસર વડે બરોબર મેસ કરો ને બીજિ ત્રન ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ સર્વિંગ પ્લેટ માં કાઢી ને ચીઝ પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો ચીઝ પનીર ગોટાળો